Connect with us

KUTCH & SAURASHTRA

ગિરનાર નેચર સફારી સિંહોને અનુકુળ નહીં …સિંહ પ્રેમીઓનું અનુમાન

Published

on

  • ગિરનાર નેચર સફારી શરૂ થવાથી સિંહો વ્યાકુળ બની રહ્યા હોવાનો સિંહ પ્રેમીઓનો દાવો
  • સિંહે જૂનાગઢ શહેરના રહેણાંક વિસ્તારો ઉપરાંત ફાઈવ સ્ટાર હોટલમાં પણ મારી લટાર
  • વન વિભાગ પણ આ ઘટનાને લઇને સજાગ, પરંતુ સિંહનું બહાર નિકળવાનું કારણ હજુ પણ અકબંધ

કેટલાક સમયથી મૂળ ગીર જંગલમાં વસવાટ હતો.તે વનરાજો શહેરી વિસ્તાર તરફ સ્થળાંતર કરતા જોવા મળ્યા છે.સિંહોની આ સ્થળાંતરની વર્તણૂકથી સિંહો પર જોખમ વધ્યુ છે.શહેરી વિસ્તારોમાં લોકો તરફથી હેરાનગતિ થવાનો ભય રહે છે.અકસ્માતનો ભય રહે છે.અને શિકારનો પણ સૌથી મોટો ભય રહેતો હોય છે.કારણ કે જંગલમાં શિકાર કરવું અઘરુ પડે પરંતુ જંગલની બહાર નીકળેલા સિંહોનો શિકાર કરવો મુશ્કેલ નથી.ગુજરાતમાં સિંહો પર કામ કરનારા અધિકારીઓ અને સરકાર ખરેખર સિંહોને કેટલા જાણી સમજી શકે તે તો રામ જાણે પણ અત્યારે સિંહોને માણસોના ટેકાની સૌથી વધુ જરૂર છે. સિંહોનું ક્યારે અને કયા શહેરી વિસ્તાર તરફ સ્થળાંતર થઈ રહ્યું છે તેના પર નજર કરીએ તો.

ગત 26મી જાન્યુઆરીનાં દિવસે ગિરનાર પર્વતમાં ગિરનાર નેચર સફારીની શરૂઆત કરવામાં આવી છે. દરરોજ 8 વાહનો સવાર અને બપોરનાં બે તબક્કામાં ગિરનાર જંગલમાં પ્રવેશ કરવા દેવામાં આવે છે. ત્યારે સિંહ આ પ્રકારની જંગલમાં થતી વાહનોની હલચલને લઈને વ્યાકુળ બની રહ્યા છે અને તેને કારણે આ સિંહો ગિરનાર પર્વતમાંથી વહેલી સવારે જૂનાગઢ શહેરમાં આવી ચડ્યો હોય તેવું સિંહ પ્રેમીઓ માની રહ્યા છે. ગિરનારનાં સિંહો આ પ્રકારના પ્રવાસીઓની હલચલને અગાઉ ક્યારેય પણ જોઈ નથી. માટે પ્રવાસીઓની હલચલની સાથે વાહનો જંગલમાં જવાની ઘટના સિંહોને અનુકૂળ ન હોવાને કારણે સિંહ જંગલ વિસ્તારમાંથી બહાર નીકળ્યો હોય તેવું સિંહ પ્રેમીઓ પણ માની રહ્યા છે.

સાસણ અને દેવળિયા સફારી પાર્કનાં સિંહો પાછલી ત્રણ-ચાર પેઢીથી ટુરિઝમને લઈને વાતાવરણમાં મળી ચૂક્યા છે. સાસણ અને દેવળીયા સફારી પાર્કમાં પ્રવાસીઓની હાજરી સિંહોને જરા પણ ખલેલ પહોંચાડતી નથી. સાસણ અને દેવળીયા સફારી પાર્કમાં પાછલા કેટલાય વર્ષથી વાહનો મારફતે વન વિભાગ સિંહ દર્શન કરાવી રહ્યું છે. ત્યારે આ પ્રકારની વ્યવસ્થાથી સિંહો ટેવાઈ ગયા છે. તેમને પોતાની અનુકુળતા સાધી હોવાને કારણે સિંહો સાસણ અને દેવળીયાનાં જંગલમાં પ્રવેશ કરતાં વાહનોથી વિચલિત થતા નથી, પરંતુ ગિરનારના જે સિંહ છે તે આ પ્રકારની પ્રવાસી ગતિવિધિઓથી બિલકુલ અજાણ હોવાથી જ સિંહ જંગલમાંથી બહાર નીકળવા માટે મજબૂર બન્યો હશે.

ગિરનાર પર્વતની આસપાસ જે ગિરનાર નેચર સફારી શરૂ કરવામાં આવી છે. તેને લઈને વન વિભાગ વધુ સતર્ક બને તેવી સિંહપ્રેમીઓ માગ કરી રહ્યા છે. ગિરનારમાં પ્રવાસીઓની હાજરી સિંહો માટે ખૂબ જ નવો અનુભવ હોઈ શકે છે. ત્યારે વાહન અને પ્રવાસીઓની હાજરીની વચ્ચે સિંહો અનુકૂળતા સાધવા માટે કેટલો સમય લઇ શકે છે, તે માટે આ પ્રકારની વ્યવસ્થાઓ વન વિભાગ કરે અને ગંભીરતાથી તેનો અમલ કરે તો સિંહોની નવી પેઢીઓમાં ગિરનારમાં જંગલ સફારીને લઈને પોતાની અનુકુળતા ધીરે-ધીરે સાધતા જોવા મળશે અને ત્યાર બાદ સાસણની જેમ ગિરનાર નેચર સફારીમાં પ્રવેશતા વાહનોને પણ બિલકુલ સામાન્ય ઘટના ગણીને સિંહો વિચલિત થવાની જગ્યાએ સંતુલન જાળવી લેશે તેવું સિંહ પ્રેમીઓ જણાવી રહ્યા છે.

recent

VADODARA5 days ago

રેઇન વોટર હારવેસ્ટિંગનું ગાજર? : બજેટમાં જોગવાઈ નથી તો લોકભાગીદારી કેવી રીતે કરશો?

સોસાયટીઓ માં રેઇન વોટર હારવેસ્ટિંગ માટે 20 ટકા સોસાયટી અને 80 ટકા પાલિકા ચૂકવશે અગાઉથી લોકભાગીદારીના કામોની અસંખ્ય અરજીઓ પેન્ડિંગ...

VADODARA6 days ago

ઉપરી અધિકારીઓને સલામ કરનાર હેડ કોન્સ્ટેબલનો પુત્ર પોલીસ ઇન્સ્પેક્ટર બનશે

મધ્ય ગુજરાતમાં પીઆઈ તરીકે મહિપાલસિંહ રાજેન્દ્રસિંહ સોલંકીની પસંદગી એન્જિનિયરિંગનો અભ્યાસ કરના મહિપાલસિંહે આઈપીએસ થવા પ્રયાસો કર્યા. વડોદરા. ધો. 10 પાસ...

VADODARA1 week ago

ક્યાં ગયો કોરોના? : આવક નો દાખલો મેળવવા તલાટી ઓફિસમાં ભીડ

આવકનો દાખલો મેળવવા લોકો સોશ્યલ ડિસ્ટન્સ ભૂલ્યા કુબેરભવન વડોદરા કસ્બા તલાટી ઓફિસમાં લાંબી હરોળ જોવા મળી તંત્રએ પણ ટોકન વ્યવસ્થા...

VADODARA1 week ago

વડોદરાની NDRFની ટીમે મહારાષ્ટ્રના પૂરગ્રસ્ત વિસ્તાર માંથી 313 વ્યક્તિઓ ને બચાવ્યા

મહારાષ્ટ્રના ગ્રામ વિકાસ મંત્રીશ્રી એ બચાવની જીવન રક્ષક કામગીરીને બિરદાવી 6 એન.ડી.આર.એફ. બટાલિયન ની ટીમના જવાનો એ વૃદ્ધ મહિલા લકવાના...

VADODARA1 week ago

વ્રજધામ સંકુલ દ્વારા “વ્રજ પ્રસાદમ્” FMCG પ્રોડક્ટ્સ શરૂ કરાઇ

શુદ્ધ અને સાત્વિક ફરસાણ સહિત ફરાળી વાનગીઓનું વેચાણ થશે વ્રજપ્રસાદમ્ થી થતી આવક ને સમાજસેવાના કાર્યોમાં ઉપયોગમાં લેવાશે યુવા વૈષ્ણવચાર્ય...

VADODARA1 week ago

કારગીલ વિજય દિવસ નિમિત્તે NCC દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

NCC ના જવાનો એ શહીદોને યાદ કરી રક્તદાન કર્યુ નિવૃત્ત આર્મી જવાનોએ NCC કેડેટ્સ ને સંબોધિત કર્યા મંત્રી યોગેશ પટેલ,ધારાસભ્ય...

VADODARA3 weeks ago

“કમળનું ફૂલ લૂંટારુંઓની ભૂલ”, એક નિશાનથી લૂંટારુઓને પોલીસે ઝડપી પાડ્યા

કારેલીબાગ પોલીસ મથકમાં સાયકલ સવારને લૂંટનાર લૂંટારુઓ એ કમળના સિમ્બોલ વાળી મોપેડ વાપરી હતી પોલીસે કમળના નિશાન વાળી મોપેડ શોધી...

VADODARA4 weeks ago

લાખ્ખો રૂપિયાનો દંડ ઉઘરાતી વડોદરા ટ્રાફિક પોલીસની ગરીબાઈ, ઇન્ટરનેટના ઠેકાણાં નથી, ફોનના ડબલા બંધ

ગત 29 મે ના રોજ દંડની રકમનું ડિજીટલ પેમેન્ટ ઉઘરાવવા અપાયેલાં 120 POS (પેમેન્ટ ઓન ધ સ્પોટ) શોભાના ગાંઠિયા જેવા...

VADODARA1 month ago

લગ્ન બાદ પ્રેમ સંબંધ નહીં રાખતા પરણિતાના પ્રેમીએ અશ્લીલ વિડીયો વાયરલ કર્યો

વડોદરા શહેરના નંદેસરી પોલીસ મથક વિસ્તારમાં બની ઘટના પોલીસે પરણીતાના પૂર્વ પ્રેમી વિરુદ્ધ I.T એકટ હેઠળ ગુન્હો નોંધ્યો પ્રેમ સંબંધ...

VADODARA2 months ago

ડર્ટી ચેટમાં બ્લેકમેઈલિંગનો શિકાર બન્યા વડોદરાના નેતા, હસ્તમૈથુન કરતો વિડીયો થયો વાઇરલ

ભાજપના પૂર્વ જીલ્લા પંચાયત સદસ્ય સુમન પટેલનો નગ્ન યુવતી સાથે અર્ધ નગ્ન થઇ હસ્તમૈથુન કરતો વિડીયો વાયરલ થયો નેતાને પૂછતાં...

VADODARA2 months ago

પ્રથમ વરસાદમાં ઠેર ઠેર તારાજી,દીવાલ સહિત મકાનનો સ્લેબ તૂટી પડ્યો

આજરોજ વાવાઝોડા સાથે પડેલા વરસાદ ને કારણે વાઘોડિયારોડ ખાતે આવેલ કબીરનગર ખાતે મકાનનો સ્લેબ ધારાશાયી થતાં મોટું નુકસાન આજરોજ શહેરમાં...

VADODARA2 months ago

શાળાઓની ફી નક્કી કરવા વડોદરા પેરેન્ટ્સ એસોસિએશનનું જીલ્લા કલેકટરને આવેદન

વડોદરા શહેરમાં નવુ શૈક્ષણિક વર્ષ શરુ થઈ ગયુ છે પણ વડોદરા ઝોનની એફઆરસી(ફી રેગ્યુલેશન કમિટી)દ્વારા હજી સુધી નવા શૈક્ષણિક વર્ષ...

GUJARAT2 months ago

દલા તરવાડી નું ખેતર : 49 ટકા ઓછી કિંમતે કામ રોડ બનાવવાનો વાર્ષિક ઈજારો અપાયો

ચારેય ઝોનમાં 2.5 કરોડની મર્યાદામાં 40 થી 49 ટકા ઓછા ભાવમાં ઈજારદારો ને કામ અપાયું સમય મર્યાદામાં ૩ માસનો વધારો...

VADODARA2 months ago

બુટલેગરોની હિંમત વધી: ખુલ્લા ટેમ્પોમાં શરાબની પેટીઓ લઇ શહેરમાં પ્રવેશ્યો,પોલીસે ઝડપી પાડ્યો

સાવલીના મંજુસરથી શરાબ ભરી અને વડોદરા લાવતા સમયે PCB પોલીસે ઝડપી પાડ્યો મહર્ષિ બ્રહ્મભટ્ટની ધરપકડ કરી કૃણાલ કહાર,નીતિન રાજપૂત સહિત...

NEWS2 months ago

રિલાયન્સ મોલમાં આવતો સામાન બારોબાર સગેવગે કરતી ટોળકી ઝડપાઇ

રિલાયન્સ મોલ ના ગોડાઉનમાં ઉતારવાનો સમાન ત્યાં નહિ ઉતારી બારોબાર ઉંડેરા લઇ જવાતો હતો. પોલીસે આઈસર ડ્રાઈવર સહીત અન્ય બે...

VADODARA3 months ago

સુસવાટા ભર્યા પવન વચ્ચે પાનોલી ઇન્ટરમિડીએટમાં ટાવર ધરાશાયી થતા કામદારનું મોત

વાવઝોડા ને કારણે વડોદરા શહેરમાં એકાએક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. સુસવાટા ભર્યા પવન ને કારણે નંદેસરી ના ઔદ્યોગિક વાસહતની એક...

VADODARA3 months ago

“ટકે શેર ભાજી ટકે શેર ખાજા” વેપારીઓ ને દંડવા પાલિકાના અધિકારીઓ 4 ના એવરેજ વાળી PAJERO માં ફરતા જોવા મળ્યા

એપેડેમીક એકટ હેઠળ બધી જ લાલીયાવાડી ચાલે!,પાલિકાએ વાહનો ભાડે લેવાના તમામ નીતિ નિયમો નેવે મુક્યા જે SUV ની કંપની 8...

VADODARA3 months ago

BAPS યજ્ઞપુરુષ કોવીડ હોસ્પિટલમાં 302 દર્દીઓ ઓક્સીજન સારવાર હેઠળ,જુઓ સમગ્ર વ્યવસ્થાની તસ્વીરો

સંક્રમણ વધતા રાતોરાત સત્સંગ હોલ ને કોવીડ હોસ્પિટલમાં તબદીલ કરી સંપૂર્ણ જવાબદારી મંદિરે સ્વીકારી તમામ દર્દીઓ ને ભોજન સહીત સારવાર...

NATIONAL3 months ago

કોરોના ‘સુનામી’ માં શિક્ષિત ન હોય તેવા ગરીબ SC-STની રસી નોંધણી કેવી રીતે મેળવવી?-સુપ્રીમ કોર્ટે

સુપ્રીમ કોર્ટે દિલ્હીને ઓક્સિજનનો સતત પુરવઠો ન કરવા બદલ કેન્દ્રને ખેંચ્યું હતું. અને કહ્યું, “તમે તમારા હાથ પર હાથ મૂકી...

INTERNATIONAL3 months ago

ભારતની કોરોનાની સ્થિતિ ઉપર અમેરિકાનું મોટું પગલું, 4 મેથી પ્રવાસ પર પ્રતિબંધ..

અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને શુક્રવારે એક ઘોષણા પત્ર બહાર પાડીને કહ્યું છે કે, યુએસ નાગરિક ન હોય તેવા લોકો પર...

Trending

error: Content is protected !!