Connect with us

SPORTS

ભારત vs ઈંગ્લેન્ડ, બીજી ટેસ્ટ, બીજો દિવસ: ભારતે પ્રથમ ઇનિંગ્સમાં 329 રન પર સમેટાઈ

Published

on

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ મેચની સીરિઝની બીજી મેચ ચેન્નાઈના ચેપૉક સ્ટેડિયમમાં ચાલી રહી છે. બીજા દિવસે ભારતની ઇનિંગ 329 રન પર સમેટાઈ ગઈ છે. પંત 58 રન કરીને અણનમ રહ્યો. ઈંગ્લેન્ડ તરફથી મોઇન અલીએ ચાર જ્યારે ઓલી સ્ટોને ત્રણ વિકેટ ઝડપી. જેક લીચ બબે અને જો રૂટ એક વિકેટ ઝડપવામાં સફળ રહ્યા.

ચેન્નઇની પિચ પર અશ્વિનનો જાદુ ચાલી રહ્યો છે. લંચ બાદ અશ્વિને ઇંગ્લેન્ડના વિસ્ફોટક બેટ્સમેન બેન સ્ટોક્સને ક્લીન બોલ્ડ કરી દીધો. ઇંગ્લેન્ડની અડધી ટીમ પેવેલિયન પરત ફરી ચૂકી છે. ઇંગ્લેન્ડ સ્કોર-52/5 ઈંગ્લેન્ડની ટીમે બીજા દિવસે લંચ સુધીમાં ચાર વિકેટ ગુમાવીને 39 રન કર્યા છે. ક્રીઝ પર બેન સ્ટોક્સ ટકેલો છે. લંચ પહેલાના છેલ્લા બોલ પર ડેનિયલ લોરેન્સ અશ્વિનની બોલિંગમાં આઉટ થઈ ગયો.

ઈંગ્લેન્ડને મોટો આંચકો લાગ્યો છે. અક્ષર પટેલની બોલિંગમાં સ્વિપ મારવાના પ્રયાસમાં જો રૂટ અશ્વિનને સરળ કેચ આપી બેઠો. પહેલી ટેસ્ટમાં બેવડી સદી ફટકારનાર રૂટ માત્ર 6 રન જ કરી શક્યો. ઈંગ્લેન્ડનો સ્કોર-23/3 અશ્વિને મેચની આઠમી ઓવરમાં ઓપનિંગ બેટ્સમેન ડૉમ સિબ્લીને આઉટ કર્યો. સિબ્લીએ 16 રન કર્યા.

ઈંગ્લેન્ડનો સ્કોર-16/2 ભારતને પહેલી સફળતા ઈશાંત શર્માએ અપાવી છે. ઈશાંતની બોલિંગમાં ઓપનર રોરી બર્ન્સ આઉટ થયો. ઈંગ્લેન્ડનો સ્કોર-0/1 મોહમ્મદ સિરાજ સ્ટોનની બોલિંગમાં 4 રને આઉટ થતાં ભારતની પહેલી ઇનિંગ 329 રને સમેટાઇ ગઈ.

ભારતને નવમો આંચકો કુલદીપ યાદવના રુપમાં ગુમાવી. ફાસ્ટબોલર ઓલી સ્ટોનની બોલિંગમાં કુલદીપ યાદવ કેચ આપી બેઠો. ભારતનો સ્કોર 325/9ચેન્નઈ ટેસ્ટના બીજા દિવસે પંતે શાનદાર અડધી સદી ફટકારી છે. પંતે 65 બોલમાં 7 ફોર અને 2 સિક્સરની મદદથી અડધી સદી કરી.

ભારતનો સ્કોર 317/8 ભારતને આઠમો આંચકો ઈશાંત શર્મા રૂપે ગુમાવી. મોઇન અલીના ફુલટોસ પર ઈશાંત શર્માએ સરળ કેચ આપી દીધો. ભારતે 301 રને જ આઠમી વિકેટ ગુમાવી. બીજા દિવસે ભારતની શરૂઆત ખરાબ રહી. દિવસની બીજી ઓવરમાં જ અક્ષર પટેલ મોઇન અલીની બોલિંગમાં આઉટ થઈ ગયો. પટેલે 14 બોલમાં 5 રન કર્યા.

બીજી ટેસ્ટના પ્રથમ દિવસે રોહિત શર્માએ શાનદાર સદી ફટકારી હતી. ટેસ્ટ ક્રિકેટમાં રોહિત શર્માની આ સાતમી સદી છે. રોહિત શર્માએ ઇંગ્લેન્ડ વિરુદ્ધ પ્રથમ સદી ફટકારી. રોહિત શર્માએ 14 ચોગ્ગા અને 2 છગ્ગાના સહારે પોતાની સદી પૂરી કરી હતી.

ભારતીય પીચ પર રોહિત શર્માની સરેરાશ 80 ઉપર છે. રોહિત શર્માએ તમામ સદી ઘરેલૂ મેદાનમાં જ ફટાકરી છે. પહેલા દિવસના અંતે ભારતે 6 વિકેટ ગુમાવીને 300 રન કર્યા હતા.

રોહિતની ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 40મી સદી

રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાં સાત અને વન ડેમાં 29 અને ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં ચાર સદી ફટકારી છે. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં રોહિત શર્માની 40મી સદી છે. આ સાથે જ તેણે મોહમ્મદ યુસૂફ અને તિલકરત્ને દિલશાનને પાછળ રાખી દીધા છે. બંને ખેલાડીઓએ 39-39 સદી ફટકારી છે. જ્યારે રોહિત શર્માએ ન્યૂઝીલેન્ડના અનુભવી બેટ્સમેન રૉસ ટેલરની બરાબરી કરી લીધી છે. હાલના ખેલાડીઓની વાત કરીએ તો ફક્ત વિરાટ કોહલી (70) અને ડેવિડ વૉર્નર (43) રોહિત શર્માથી આગળ છે. ભારત તરફથી સૌથી વધારે સદી ફક્ત સચિન તેંડુલકર (100), વિરાટ કોહલી (70) અને રાહુલ દ્રવિડે (48) ફટકારી છે.

આ પહેલા ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમને શરૂઆત ખૂબ ખરાબ રહી છે. બીજી જ ઓવરમાં શુભમન ગિલ ખાતું ખોલાવ્યા વગર આઉટ થઈ ગયો હતો. જોકે, તેની કોઈ અસર રોહિત શર્માની બેટિંગ પર પડી ન હતી. રોહિત શર્માએ 47 બોલમાં જ અડધી સદી ફટકારી હતી. ચેતેશ્વર પૂજારાએ તેનો ખૂબ સારો સાથ આપ્યો હતો. ચેતેશ્વર પૂજારા અને રોહિત શર્મા વચ્ચે 85 રનની ભાગીદારી રહી હતી.

india પ્લેઇંગ XI

  • રોહિત શર્મા
  • શુભમન ગિલ
  • ચેતેશ્વર પુજારા
  • વિરાટ કોહલી (કેપ્ટન)
  • અજિંક્ય રહાણે
  • ઋષભ પંત (વિકેટકીપર)
  • અક્ષર પટેલ
  • રવિચંદ્રન અશ્વિન
  • કુલદીપ યાદવ
  • ઇશાંત શર્મા
  • મોહમ્મદ સિરાઝ.

England પ્લેઇંગ XI  

  • રોરી બર્ન્સ
  • ડોમિનિક સિલ્બી
  • ડેનિયલ લૉરેન્સ
  • જો રૂટ (કેપ્ટન)
  • બૅન સ્ટોક્સ
  • ઓલી પોપ
  • બૅન ફોક્સ (વિકેટકીપર) મોઈન અલી
  • સ્ટુઅર્ટ બ્રૉડ
  • જેક લીચ
  • ઓલી સ્ટો

recent

VADODARA1 month ago

ડભોઇ: પલાસવાડા નજીક મૃત હાલતમાં મગર મળી આવ્યો

ફાટક નજીકની તલાવડી પાસે મગરનો મૃતદેહ મળ્યો વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ અને વન વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા મૃત મગરનું...

VADODARA1 month ago

હન્ટ્સ મેન ઇન્ડિયાની અનોખી પહેલ: પ્રાયમરી હેલ્થ સેન્ટર ને આધુનિક મેડીકલ સેન્ટરમાં તબદીલ કરવામાં સફળતા

વડોદરા નજીક પાદરા ખાતે કોરોનાં કાળ દરમિયાન સહાય કરનાર હન્ટ્સ મેન ઇન્ડિયાએ કરંજ વીહિરે પી.એચ.સી ને આધુનિક મેડીકલ સેન્ટર તરીકે...

VADODARA1 month ago

હન્ટ્સ મેન ઇન્ડિયાની અનોખી પહેલ: પ્રાયમરી હેલ્થ સેન્ટર ને આધુનિક મેડીકલ સેન્ટરમાં તબદીલ કરવામાં સફળતા

વડોદરા નજીક પાદરા ખાતે કોરોનાં કાળ દરમિયાન સહાય કરનાર હન્ટ્સ મેન ઇન્ડિયાએ કરંજ વીહિરે પી.એચ.સી ને આધુનિક મેડીકલ સેન્ટર તરીકે...

VADODARA2 months ago

રેઇન વોટર હારવેસ્ટિંગનું ગાજર? : બજેટમાં જોગવાઈ નથી તો લોકભાગીદારી કેવી રીતે કરશો?

સોસાયટીઓ માં રેઇન વોટર હારવેસ્ટિંગ માટે 20 ટકા સોસાયટી અને 80 ટકા પાલિકા ચૂકવશે અગાઉથી લોકભાગીદારીના કામોની અસંખ્ય અરજીઓ પેન્ડિંગ...

VADODARA2 months ago

ઉપરી અધિકારીઓને સલામ કરનાર હેડ કોન્સ્ટેબલનો પુત્ર પોલીસ ઇન્સ્પેક્ટર બનશે

મધ્ય ગુજરાતમાં પીઆઈ તરીકે મહિપાલસિંહ રાજેન્દ્રસિંહ સોલંકીની પસંદગી એન્જિનિયરિંગનો અભ્યાસ કરના મહિપાલસિંહે આઈપીએસ થવા પ્રયાસો કર્યા. વડોદરા. ધો. 10 પાસ...

VADODARA2 months ago

ક્યાં ગયો કોરોના? : આવક નો દાખલો મેળવવા તલાટી ઓફિસમાં ભીડ

આવકનો દાખલો મેળવવા લોકો સોશ્યલ ડિસ્ટન્સ ભૂલ્યા કુબેરભવન વડોદરા કસ્બા તલાટી ઓફિસમાં લાંબી હરોળ જોવા મળી તંત્રએ પણ ટોકન વ્યવસ્થા...

VADODARA2 months ago

વડોદરાની NDRFની ટીમે મહારાષ્ટ્રના પૂરગ્રસ્ત વિસ્તાર માંથી 313 વ્યક્તિઓ ને બચાવ્યા

મહારાષ્ટ્રના ગ્રામ વિકાસ મંત્રીશ્રી એ બચાવની જીવન રક્ષક કામગીરીને બિરદાવી 6 એન.ડી.આર.એફ. બટાલિયન ની ટીમના જવાનો એ વૃદ્ધ મહિલા લકવાના...

VADODARA2 months ago

વ્રજધામ સંકુલ દ્વારા “વ્રજ પ્રસાદમ્” FMCG પ્રોડક્ટ્સ શરૂ કરાઇ

શુદ્ધ અને સાત્વિક ફરસાણ સહિત ફરાળી વાનગીઓનું વેચાણ થશે વ્રજપ્રસાદમ્ થી થતી આવક ને સમાજસેવાના કાર્યોમાં ઉપયોગમાં લેવાશે યુવા વૈષ્ણવચાર્ય...

VADODARA2 months ago

કારગીલ વિજય દિવસ નિમિત્તે NCC દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

NCC ના જવાનો એ શહીદોને યાદ કરી રક્તદાન કર્યુ નિવૃત્ત આર્મી જવાનોએ NCC કેડેટ્સ ને સંબોધિત કર્યા મંત્રી યોગેશ પટેલ,ધારાસભ્ય...

VADODARA2 months ago

“કમળનું ફૂલ લૂંટારુંઓની ભૂલ”, એક નિશાનથી લૂંટારુઓને પોલીસે ઝડપી પાડ્યા

કારેલીબાગ પોલીસ મથકમાં સાયકલ સવારને લૂંટનાર લૂંટારુઓ એ કમળના સિમ્બોલ વાળી મોપેડ વાપરી હતી પોલીસે કમળના નિશાન વાળી મોપેડ શોધી...

VADODARA2 months ago

લાખ્ખો રૂપિયાનો દંડ ઉઘરાતી વડોદરા ટ્રાફિક પોલીસની ગરીબાઈ, ઇન્ટરનેટના ઠેકાણાં નથી, ફોનના ડબલા બંધ

ગત 29 મે ના રોજ દંડની રકમનું ડિજીટલ પેમેન્ટ ઉઘરાવવા અપાયેલાં 120 POS (પેમેન્ટ ઓન ધ સ્પોટ) શોભાના ગાંઠિયા જેવા...

VADODARA3 months ago

લગ્ન બાદ પ્રેમ સંબંધ નહીં રાખતા પરણિતાના પ્રેમીએ અશ્લીલ વિડીયો વાયરલ કર્યો

વડોદરા શહેરના નંદેસરી પોલીસ મથક વિસ્તારમાં બની ઘટના પોલીસે પરણીતાના પૂર્વ પ્રેમી વિરુદ્ધ I.T એકટ હેઠળ ગુન્હો નોંધ્યો પ્રેમ સંબંધ...

VADODARA3 months ago

ડર્ટી ચેટમાં બ્લેકમેઈલિંગનો શિકાર બન્યા વડોદરાના નેતા, હસ્તમૈથુન કરતો વિડીયો થયો વાઇરલ

ભાજપના પૂર્વ જીલ્લા પંચાયત સદસ્ય સુમન પટેલનો નગ્ન યુવતી સાથે અર્ધ નગ્ન થઇ હસ્તમૈથુન કરતો વિડીયો વાયરલ થયો નેતાને પૂછતાં...

VADODARA3 months ago

પ્રથમ વરસાદમાં ઠેર ઠેર તારાજી,દીવાલ સહિત મકાનનો સ્લેબ તૂટી પડ્યો

આજરોજ વાવાઝોડા સાથે પડેલા વરસાદ ને કારણે વાઘોડિયારોડ ખાતે આવેલ કબીરનગર ખાતે મકાનનો સ્લેબ ધારાશાયી થતાં મોટું નુકસાન આજરોજ શહેરમાં...

VADODARA3 months ago

શાળાઓની ફી નક્કી કરવા વડોદરા પેરેન્ટ્સ એસોસિએશનનું જીલ્લા કલેકટરને આવેદન

વડોદરા શહેરમાં નવુ શૈક્ષણિક વર્ષ શરુ થઈ ગયુ છે પણ વડોદરા ઝોનની એફઆરસી(ફી રેગ્યુલેશન કમિટી)દ્વારા હજી સુધી નવા શૈક્ષણિક વર્ષ...

GUJARAT3 months ago

દલા તરવાડી નું ખેતર : 49 ટકા ઓછી કિંમતે કામ રોડ બનાવવાનો વાર્ષિક ઈજારો અપાયો

ચારેય ઝોનમાં 2.5 કરોડની મર્યાદામાં 40 થી 49 ટકા ઓછા ભાવમાં ઈજારદારો ને કામ અપાયું સમય મર્યાદામાં ૩ માસનો વધારો...

VADODARA3 months ago

બુટલેગરોની હિંમત વધી: ખુલ્લા ટેમ્પોમાં શરાબની પેટીઓ લઇ શહેરમાં પ્રવેશ્યો,પોલીસે ઝડપી પાડ્યો

સાવલીના મંજુસરથી શરાબ ભરી અને વડોદરા લાવતા સમયે PCB પોલીસે ઝડપી પાડ્યો મહર્ષિ બ્રહ્મભટ્ટની ધરપકડ કરી કૃણાલ કહાર,નીતિન રાજપૂત સહિત...

NEWS3 months ago

રિલાયન્સ મોલમાં આવતો સામાન બારોબાર સગેવગે કરતી ટોળકી ઝડપાઇ

રિલાયન્સ મોલ ના ગોડાઉનમાં ઉતારવાનો સમાન ત્યાં નહિ ઉતારી બારોબાર ઉંડેરા લઇ જવાતો હતો. પોલીસે આઈસર ડ્રાઈવર સહીત અન્ય બે...

VADODARA4 months ago

સુસવાટા ભર્યા પવન વચ્ચે પાનોલી ઇન્ટરમિડીએટમાં ટાવર ધરાશાયી થતા કામદારનું મોત

વાવઝોડા ને કારણે વડોદરા શહેરમાં એકાએક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. સુસવાટા ભર્યા પવન ને કારણે નંદેસરી ના ઔદ્યોગિક વાસહતની એક...

VADODARA4 months ago

“ટકે શેર ભાજી ટકે શેર ખાજા” વેપારીઓ ને દંડવા પાલિકાના અધિકારીઓ 4 ના એવરેજ વાળી PAJERO માં ફરતા જોવા મળ્યા

એપેડેમીક એકટ હેઠળ બધી જ લાલીયાવાડી ચાલે!,પાલિકાએ વાહનો ભાડે લેવાના તમામ નીતિ નિયમો નેવે મુક્યા જે SUV ની કંપની 8...

Trending

error: Content is protected !!