Connect with us

INTERNATIONAL

ભારતના પાડોશી દેશ મ્યાન્માર માં સૈન્ય તખ્તાપલટ થી સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે. એક વર્ષ માટે કટોકટી લાગુ

Published

on

મ્યાન્મારમાં સેનાએ દેશના નેતા આંગ સાંગ સૂ કી (Aung San Suu Kyi) અને અન્ય નેતાઓને અટકાયતમાં લીધા છે.

નેપિડો

ભારતના પાડોશી દેશ મ્યાન્માર (Myanmar) માં સૈન્ય તખ્તાપલટના સમાચારથી સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે. મ્યાન્મારની સેનાએ સોમવારે મોટી કાર્યવાહી કરતા પ્રમુખ નેતા આંગ સાંગ સૂ કી (Aung San Suu Kyi), રાષ્ટ્રપતિ વિન મ્યિન્ટ(Win Myint) અને સત્તાધારી પાર્ટીના અનેક વરિષ્ઠ નેતાઓને અટકાયતમાં લીધા છે. સત્તાધારી પાર્ટી નેશનલ લીગ ફોર ડેમોક્રેસી (NLD) ના પ્રવક્તાએ આ સૈન્ય કાર્યવાહીની જાણકારી આપી છે. તેમણે પાર્ટી સમર્થકોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરતા કહ્યું છે કે કાયદા વિરુદ્ધ કોઈ પગલું ન ભરો. મ્યાન્મારની સેનાએ આ પગલું સરકાર સાથે વધતા તણાવ બાદ ઉઠાવ્યું છે. મ્યાન્મારમાં તખ્તાપલટ પર વિશ્વભરમાંથી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. અમેરિકાએ તો લોકતાંત્રિત વ્યવસ્થાને ચોટ પહોંચાડનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની ધમકી સુદ્ધા આપી દીધી. 

સમાચાર એજન્સી એએફપીએ  ટીવી રિપોર્ટ્સના હવાલે જણાવ્યું કે મ્યાન્મારની સેનાએ આંગ સાન સૂ કી (Aung San Suu Kyi) ની અટકાયત બાદ દેશમાં એક વર્ષ સુધી કટોકટી લાગુ કરી દીધી છે. સેનાના જનરલને કાર્યકારી રાષ્ટ્રપતિ નિયુક્ત કરાયા છે. 

મ્યાન્મારની સેનાએ એક વર્ષ માટે કટોકટી લાગુ કરી દીધી છે. મ્યાન્માર સૈન્ય ટેલિવિઝનનું કહેવું છે કે સેનાએ એક વર્ષ માટે દેશ પર નિયંત્રણ કર્યું છે અને સેનાના કમાન્ડર ઈન  ચીફ મિન આંગ હ્રાઈંગ પાસે સત્તા જાય છે. મ્યાન્માર સેનાનું કહેવું છે કે ચૂંટણીમાં ફ્રોડના જવાબમાં તખ્તાપલટની કાર્યવાહી કરાઈ છે. આ તખ્તાપલટ સાથે જ દેશના અલગ અલગ ભાગોમાં સેનાની ટુકડીઓ તૈનાત કરાઈ છે. મ્યાન્મારના મુખ્ય શહેર યાંગૂનમાં સિટી હોલ બહાર સૈનિકોની તૈનાતી કરાઈ છે. જેથી કરીને તખ્તાપલટનો કોઈ વિરોધ ન કરી શકે

અત્રે જણાવવાનું કે મ્યાન્મારમાં એક લાંબા સમય સુધી આર્મીનું રાજ રહ્યું છે. વર્ષ 1962થી લઈને વર્ષ 2011 સુધી દેશમાં સૈન્ય શાસન રહ્યું છે. વર્ષ 2010માં મ્યાન્મારમાં સામાન્ય ચૂંટણી યોજાઈ અને 2011માં મ્યાન્મારમાં નાગરિકો દ્વારા ચૂંટાયેલી સરકાર બની. જેમાં જનતાએ ચૂંટેલા પ્રતિનિધિઓને રાજ કરવાની તક મળી. 

અમેરિકા, ઓસ્ટ્રેલિયા સહિત અનેક દેશોએ તખ્તાપલટ પર ચિંતા વ્યક્ત કરી છે અને મ્યાન્મારની સેનાને કાયદાનું સન્માન કરવાની અપીલ કરી છે. વ્હાઈટ હાઉસના પ્રવક્તા જેન સાકીએ કહ્યું કે બર્માની સેનાએ સ્ટેટ કાઉન્સિલ આંગ સાન સૂ કી અને અન્ય નાગરિક અધિકારોની ધરપકડ સહિત દેશના લોકતાંત્રિક સંક્રમણને ઓછું કરવા માટે પગલાં લીધા છે.


સેનાને ચેતવણી આપતા અમેરિકાએ કહ્યું કે સંયુક્ત રાજ્ય અમેરિકાએ હાલમાં ચૂંટણી પરિણામો બદલાવવા કે મ્યાન્મારના લોકતાંત્રિક વ્યવસ્થાને બાધિત કરવાના કોઈ પણ પ્રકારના પ્રયત્નનો વિરોધ કર્યો છે અને જો આ તખ્તાપલટ ખતમ ન થયું તો જવાબદાર લોકો વિરુદ્ધ કાર્યવાહી થશે. 

recent

VADODARA1 month ago

ડભોઇ: પલાસવાડા નજીક મૃત હાલતમાં મગર મળી આવ્યો

ફાટક નજીકની તલાવડી પાસે મગરનો મૃતદેહ મળ્યો વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ અને વન વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા મૃત મગરનું...

VADODARA1 month ago

હન્ટ્સ મેન ઇન્ડિયાની અનોખી પહેલ: પ્રાયમરી હેલ્થ સેન્ટર ને આધુનિક મેડીકલ સેન્ટરમાં તબદીલ કરવામાં સફળતા

વડોદરા નજીક પાદરા ખાતે કોરોનાં કાળ દરમિયાન સહાય કરનાર હન્ટ્સ મેન ઇન્ડિયાએ કરંજ વીહિરે પી.એચ.સી ને આધુનિક મેડીકલ સેન્ટર તરીકે...

VADODARA1 month ago

હન્ટ્સ મેન ઇન્ડિયાની અનોખી પહેલ: પ્રાયમરી હેલ્થ સેન્ટર ને આધુનિક મેડીકલ સેન્ટરમાં તબદીલ કરવામાં સફળતા

વડોદરા નજીક પાદરા ખાતે કોરોનાં કાળ દરમિયાન સહાય કરનાર હન્ટ્સ મેન ઇન્ડિયાએ કરંજ વીહિરે પી.એચ.સી ને આધુનિક મેડીકલ સેન્ટર તરીકે...

VADODARA2 months ago

રેઇન વોટર હારવેસ્ટિંગનું ગાજર? : બજેટમાં જોગવાઈ નથી તો લોકભાગીદારી કેવી રીતે કરશો?

સોસાયટીઓ માં રેઇન વોટર હારવેસ્ટિંગ માટે 20 ટકા સોસાયટી અને 80 ટકા પાલિકા ચૂકવશે અગાઉથી લોકભાગીદારીના કામોની અસંખ્ય અરજીઓ પેન્ડિંગ...

VADODARA2 months ago

ઉપરી અધિકારીઓને સલામ કરનાર હેડ કોન્સ્ટેબલનો પુત્ર પોલીસ ઇન્સ્પેક્ટર બનશે

મધ્ય ગુજરાતમાં પીઆઈ તરીકે મહિપાલસિંહ રાજેન્દ્રસિંહ સોલંકીની પસંદગી એન્જિનિયરિંગનો અભ્યાસ કરના મહિપાલસિંહે આઈપીએસ થવા પ્રયાસો કર્યા. વડોદરા. ધો. 10 પાસ...

VADODARA2 months ago

ક્યાં ગયો કોરોના? : આવક નો દાખલો મેળવવા તલાટી ઓફિસમાં ભીડ

આવકનો દાખલો મેળવવા લોકો સોશ્યલ ડિસ્ટન્સ ભૂલ્યા કુબેરભવન વડોદરા કસ્બા તલાટી ઓફિસમાં લાંબી હરોળ જોવા મળી તંત્રએ પણ ટોકન વ્યવસ્થા...

VADODARA2 months ago

વડોદરાની NDRFની ટીમે મહારાષ્ટ્રના પૂરગ્રસ્ત વિસ્તાર માંથી 313 વ્યક્તિઓ ને બચાવ્યા

મહારાષ્ટ્રના ગ્રામ વિકાસ મંત્રીશ્રી એ બચાવની જીવન રક્ષક કામગીરીને બિરદાવી 6 એન.ડી.આર.એફ. બટાલિયન ની ટીમના જવાનો એ વૃદ્ધ મહિલા લકવાના...

VADODARA2 months ago

વ્રજધામ સંકુલ દ્વારા “વ્રજ પ્રસાદમ્” FMCG પ્રોડક્ટ્સ શરૂ કરાઇ

શુદ્ધ અને સાત્વિક ફરસાણ સહિત ફરાળી વાનગીઓનું વેચાણ થશે વ્રજપ્રસાદમ્ થી થતી આવક ને સમાજસેવાના કાર્યોમાં ઉપયોગમાં લેવાશે યુવા વૈષ્ણવચાર્ય...

VADODARA2 months ago

કારગીલ વિજય દિવસ નિમિત્તે NCC દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

NCC ના જવાનો એ શહીદોને યાદ કરી રક્તદાન કર્યુ નિવૃત્ત આર્મી જવાનોએ NCC કેડેટ્સ ને સંબોધિત કર્યા મંત્રી યોગેશ પટેલ,ધારાસભ્ય...

VADODARA2 months ago

“કમળનું ફૂલ લૂંટારુંઓની ભૂલ”, એક નિશાનથી લૂંટારુઓને પોલીસે ઝડપી પાડ્યા

કારેલીબાગ પોલીસ મથકમાં સાયકલ સવારને લૂંટનાર લૂંટારુઓ એ કમળના સિમ્બોલ વાળી મોપેડ વાપરી હતી પોલીસે કમળના નિશાન વાળી મોપેડ શોધી...

VADODARA3 months ago

લાખ્ખો રૂપિયાનો દંડ ઉઘરાતી વડોદરા ટ્રાફિક પોલીસની ગરીબાઈ, ઇન્ટરનેટના ઠેકાણાં નથી, ફોનના ડબલા બંધ

ગત 29 મે ના રોજ દંડની રકમનું ડિજીટલ પેમેન્ટ ઉઘરાવવા અપાયેલાં 120 POS (પેમેન્ટ ઓન ધ સ્પોટ) શોભાના ગાંઠિયા જેવા...

VADODARA3 months ago

લગ્ન બાદ પ્રેમ સંબંધ નહીં રાખતા પરણિતાના પ્રેમીએ અશ્લીલ વિડીયો વાયરલ કર્યો

વડોદરા શહેરના નંદેસરી પોલીસ મથક વિસ્તારમાં બની ઘટના પોલીસે પરણીતાના પૂર્વ પ્રેમી વિરુદ્ધ I.T એકટ હેઠળ ગુન્હો નોંધ્યો પ્રેમ સંબંધ...

VADODARA3 months ago

ડર્ટી ચેટમાં બ્લેકમેઈલિંગનો શિકાર બન્યા વડોદરાના નેતા, હસ્તમૈથુન કરતો વિડીયો થયો વાઇરલ

ભાજપના પૂર્વ જીલ્લા પંચાયત સદસ્ય સુમન પટેલનો નગ્ન યુવતી સાથે અર્ધ નગ્ન થઇ હસ્તમૈથુન કરતો વિડીયો વાયરલ થયો નેતાને પૂછતાં...

VADODARA3 months ago

પ્રથમ વરસાદમાં ઠેર ઠેર તારાજી,દીવાલ સહિત મકાનનો સ્લેબ તૂટી પડ્યો

આજરોજ વાવાઝોડા સાથે પડેલા વરસાદ ને કારણે વાઘોડિયારોડ ખાતે આવેલ કબીરનગર ખાતે મકાનનો સ્લેબ ધારાશાયી થતાં મોટું નુકસાન આજરોજ શહેરમાં...

VADODARA3 months ago

શાળાઓની ફી નક્કી કરવા વડોદરા પેરેન્ટ્સ એસોસિએશનનું જીલ્લા કલેકટરને આવેદન

વડોદરા શહેરમાં નવુ શૈક્ષણિક વર્ષ શરુ થઈ ગયુ છે પણ વડોદરા ઝોનની એફઆરસી(ફી રેગ્યુલેશન કમિટી)દ્વારા હજી સુધી નવા શૈક્ષણિક વર્ષ...

GUJARAT3 months ago

દલા તરવાડી નું ખેતર : 49 ટકા ઓછી કિંમતે કામ રોડ બનાવવાનો વાર્ષિક ઈજારો અપાયો

ચારેય ઝોનમાં 2.5 કરોડની મર્યાદામાં 40 થી 49 ટકા ઓછા ભાવમાં ઈજારદારો ને કામ અપાયું સમય મર્યાદામાં ૩ માસનો વધારો...

VADODARA4 months ago

બુટલેગરોની હિંમત વધી: ખુલ્લા ટેમ્પોમાં શરાબની પેટીઓ લઇ શહેરમાં પ્રવેશ્યો,પોલીસે ઝડપી પાડ્યો

સાવલીના મંજુસરથી શરાબ ભરી અને વડોદરા લાવતા સમયે PCB પોલીસે ઝડપી પાડ્યો મહર્ષિ બ્રહ્મભટ્ટની ધરપકડ કરી કૃણાલ કહાર,નીતિન રાજપૂત સહિત...

NEWS4 months ago

રિલાયન્સ મોલમાં આવતો સામાન બારોબાર સગેવગે કરતી ટોળકી ઝડપાઇ

રિલાયન્સ મોલ ના ગોડાઉનમાં ઉતારવાનો સમાન ત્યાં નહિ ઉતારી બારોબાર ઉંડેરા લઇ જવાતો હતો. પોલીસે આઈસર ડ્રાઈવર સહીત અન્ય બે...

VADODARA4 months ago

સુસવાટા ભર્યા પવન વચ્ચે પાનોલી ઇન્ટરમિડીએટમાં ટાવર ધરાશાયી થતા કામદારનું મોત

વાવઝોડા ને કારણે વડોદરા શહેરમાં એકાએક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. સુસવાટા ભર્યા પવન ને કારણે નંદેસરી ના ઔદ્યોગિક વાસહતની એક...

VADODARA5 months ago

“ટકે શેર ભાજી ટકે શેર ખાજા” વેપારીઓ ને દંડવા પાલિકાના અધિકારીઓ 4 ના એવરેજ વાળી PAJERO માં ફરતા જોવા મળ્યા

એપેડેમીક એકટ હેઠળ બધી જ લાલીયાવાડી ચાલે!,પાલિકાએ વાહનો ભાડે લેવાના તમામ નીતિ નિયમો નેવે મુક્યા જે SUV ની કંપની 8...

Trending

error: Content is protected !!