Connect with us

VADODARA

કરોડોનો વહીવટ કરતું વડોદરા જીલ્લા પંચાયત પાણીના જગ ને સહારે

Published

on

દેશભરમાં આત્મનિર્ભર બનવાની વાતો માત્ર સાંભળવા પૂરતી સીમિત રહી ગઈ હોય તેમ મલાઈદાર વહીવટ માટે જાણીતું વડોદરા જીલ્લા પંચાયત પાણીના જગ ઉપર નિર્ભર બન્યું હોવાનું નજરે પડ્યું છે.લાખોની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોવા છતાં જીલ્લા પંચાયતમાં પાણીના કુલરો શોભાના ગાંઠિયા સમાન બન્યા છે.જાડી ચામડીના અધિકારીઓના પાપે કર્મચારીઓને ઘરેથી કાંતો અન્ય વિભાગોમાં રખાયેલા પાણીના જગ માંથી પાણી લાવવાની ફરજ પડી છે.

સમગ્ર દેશમાં હાહાકાર મચાવનાર કોવિડ મહામારીને કારણે દેશના તમામ રાજ્યોમાં હાડમારી સર્જાઈ છે.ખાસ કરીને ગુજરાત રાજ્યના સૌથી મોટા શહેરોમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી ફેલાતા રોજબરોજ અનેક લોકો કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે.તો સામે કોરોના ના કારણે દિનપ્રતિદિન મૃત્યુઆંક પણ વધવા માંડ્યો છે.જેમાં તમામ ક્ષેત્રના અધિકારીઓ અને કર્મચારીઓ પણ કોરોનામાં સપડાયા હતા.

જેથી મોડે મોડે જાગી ઉઠેલી રાજ્ય સરકારે 50 ટકા સ્ટાફ સાથે કામગીરી કરવાનો નિર્ણય લીધો હતો.જોકે અધિકારીઓ માત્રને માત્ર એસી કેબીનોમાં બેસી રહેતા હોય સમગ્ર કામગીરી કર્મચારીઓ અને પટાવાળા થકી પૂર્ણ કરાતી હોય છે.જોકે વડોદરાના જીલ્લા પંચાયત ખાતે પોતાના અંગત કામોમાં વ્યસ્ત રહેતા જાડી ચામડીના અધિકારીઓના પાપે કર્મચારીઓ અને પટાવાળાઓની કફોડી હાલત થવા પામી છે.મલાઈદાર વહીવટ માટે નામાંકિત એવી જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માં 23 શાખાઓ જેમાં આશરે 250 થી વધુ કર્મચારીઓ ફરજ અદા કરી રહ્યા છે.તાજેતરમાં જ રાજ્યમાં ચૂંટણીઓ થઈ ગયા બાદ વડોદરા જીલ્લા પંચાયત ખાતે નવા હોદ્દેદારો,નાયબ કાર્યપાલક ઈજનેર,સહિત બાંધકામ સમિતિના અધ્યક્ષની નિમણુંક કરવામાં આવી હતી.જીલ્લા પંચાયતની સારસંભાળ રાખવાની જીમેંદારી બાંધકામ સમિતિના નેજા હેઠળ આવતી હોય છે

.પરંતુ અહીં ચાર્જ પર બેઠેલા નાયબ કાર્યપાલક ઈજનેર અંગત ઘરના કામોમાં વ્યસ્ત હોવાથી જીલ્લા પંચાયત કચેરીમાં દિવા તળે અંધારું જેવો ઘાટ સર્જાયો છે.જીલ્લા પંચાયત કચેરીમાં 9 માળ પર નીચે તાલુકા પંચાયત મળી આશરે 250 થી વધુ કર્મચારીઓ ફરજ નિભાવી રહ્યા છે.જેઓને જાડી ચામડીના અધિકારીઓના પાપે અનેક સમસ્યાઓનો સામનો કરવાની ફરજ પડી છે.હાલ એક તરફ કોરોના મહામારી જ્યારે બીજી તરફ ઉનાળાની આકરી ગરમીની શરૂઆત થઈ ગઈ છે.ત્યારે પ્રાથમિક જરૂરિયાત પાણીની હોઈ જીલ્લા પંચાયત કચેરીના મોટાભાગના પાણીના કુલર મશીનો માત્ર જીલ્લા પંચાયતની શોભા વધારી રહ્યા હોઈ તેમ નજરે પડ્યું હતું.પાણીના કુલરો શોભાના ગાંઠિયા બનતા ફરજ પર હાજર કર્મચારીઓને ઘરેથી કાંતો અન્ય વિભાગોમાં જગ માંથી પાણી લાવવાની ફરજ પડી છે.

નોંધનીય છે કે જીલ્લા તાલુકાઓમાં પાણીની અછત પડે તો સરકાર દ્વારા ફાળવવામાં આવતી લાખો રૂપિયાની ગ્રાન્ટમાંથી પાણીના ટેન્કરો દ્વારા લોકોને પાણી આપવામાં આવતું હોય છે.જ્યારે કોઈ અધિકારીએ સારી કામગીરી કરી હોય ઈનામને પાત્ર હોય તો તેવા અધિકારીઓને પણ આ ગ્રાન્ટમાંથી જ ઇનામ આપવામાં આવે છે.જ્યારે અહીં જીલ્લા પંચાયતના કર્મચારીઓ પાણી માટે વલખા મારી રહ્યા છે.ત્યારે નાયબ કાર્યપાલક ઈજનેર કર્મચારીઓની ભાવનાઓને નજર અંદાજ કરી રહ્યા હોય તેમની કર્મચારીઓ પ્રત્યેની માનસિકતા છતી થઈ છે.

લાખોની રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોવા છતાં તેનો યોગ્ય ઉપયોગ તેમજ સારસંભાળ રાખવામાં નહીં આવતા જીલ્લા પંચાયત કચેરીનો સરસામાન ખરાબ થઈ જવા પામ્યો છે.જેના કારણે કર્મચારીઓને જાતે જ પોતાની વ્યવસ્થા કરવી પડતી હોય છે.જે સરકારી કચેરીઓમાં અધિકારીઓ દ્વારા લાખોની ગ્રાન્ટ નો ઉપયોગ નહીં કરી ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો હોવાનું સ્પષ્ટ પણે જણાઈ આવ્યું છે.ત્યારે જીવ ના જોખમે કામ કરતા કર્મચારીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યા હોય ભ્રષ્ટ અધિકારીઓની આંખો ક્યારે ઉઘડશે તેવા સવાલો ઉઠવા પામ્યા છે.

recent

VADODARA1 month ago

ડભોઇ: પલાસવાડા નજીક મૃત હાલતમાં મગર મળી આવ્યો

ફાટક નજીકની તલાવડી પાસે મગરનો મૃતદેહ મળ્યો વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ અને વન વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા મૃત મગરનું...

VADODARA1 month ago

હન્ટ્સ મેન ઇન્ડિયાની અનોખી પહેલ: પ્રાયમરી હેલ્થ સેન્ટર ને આધુનિક મેડીકલ સેન્ટરમાં તબદીલ કરવામાં સફળતા

વડોદરા નજીક પાદરા ખાતે કોરોનાં કાળ દરમિયાન સહાય કરનાર હન્ટ્સ મેન ઇન્ડિયાએ કરંજ વીહિરે પી.એચ.સી ને આધુનિક મેડીકલ સેન્ટર તરીકે...

VADODARA1 month ago

હન્ટ્સ મેન ઇન્ડિયાની અનોખી પહેલ: પ્રાયમરી હેલ્થ સેન્ટર ને આધુનિક મેડીકલ સેન્ટરમાં તબદીલ કરવામાં સફળતા

વડોદરા નજીક પાદરા ખાતે કોરોનાં કાળ દરમિયાન સહાય કરનાર હન્ટ્સ મેન ઇન્ડિયાએ કરંજ વીહિરે પી.એચ.સી ને આધુનિક મેડીકલ સેન્ટર તરીકે...

VADODARA2 months ago

રેઇન વોટર હારવેસ્ટિંગનું ગાજર? : બજેટમાં જોગવાઈ નથી તો લોકભાગીદારી કેવી રીતે કરશો?

સોસાયટીઓ માં રેઇન વોટર હારવેસ્ટિંગ માટે 20 ટકા સોસાયટી અને 80 ટકા પાલિકા ચૂકવશે અગાઉથી લોકભાગીદારીના કામોની અસંખ્ય અરજીઓ પેન્ડિંગ...

VADODARA2 months ago

ઉપરી અધિકારીઓને સલામ કરનાર હેડ કોન્સ્ટેબલનો પુત્ર પોલીસ ઇન્સ્પેક્ટર બનશે

મધ્ય ગુજરાતમાં પીઆઈ તરીકે મહિપાલસિંહ રાજેન્દ્રસિંહ સોલંકીની પસંદગી એન્જિનિયરિંગનો અભ્યાસ કરના મહિપાલસિંહે આઈપીએસ થવા પ્રયાસો કર્યા. વડોદરા. ધો. 10 પાસ...

VADODARA2 months ago

ક્યાં ગયો કોરોના? : આવક નો દાખલો મેળવવા તલાટી ઓફિસમાં ભીડ

આવકનો દાખલો મેળવવા લોકો સોશ્યલ ડિસ્ટન્સ ભૂલ્યા કુબેરભવન વડોદરા કસ્બા તલાટી ઓફિસમાં લાંબી હરોળ જોવા મળી તંત્રએ પણ ટોકન વ્યવસ્થા...

VADODARA2 months ago

વડોદરાની NDRFની ટીમે મહારાષ્ટ્રના પૂરગ્રસ્ત વિસ્તાર માંથી 313 વ્યક્તિઓ ને બચાવ્યા

મહારાષ્ટ્રના ગ્રામ વિકાસ મંત્રીશ્રી એ બચાવની જીવન રક્ષક કામગીરીને બિરદાવી 6 એન.ડી.આર.એફ. બટાલિયન ની ટીમના જવાનો એ વૃદ્ધ મહિલા લકવાના...

VADODARA2 months ago

વ્રજધામ સંકુલ દ્વારા “વ્રજ પ્રસાદમ્” FMCG પ્રોડક્ટ્સ શરૂ કરાઇ

શુદ્ધ અને સાત્વિક ફરસાણ સહિત ફરાળી વાનગીઓનું વેચાણ થશે વ્રજપ્રસાદમ્ થી થતી આવક ને સમાજસેવાના કાર્યોમાં ઉપયોગમાં લેવાશે યુવા વૈષ્ણવચાર્ય...

VADODARA2 months ago

કારગીલ વિજય દિવસ નિમિત્તે NCC દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

NCC ના જવાનો એ શહીદોને યાદ કરી રક્તદાન કર્યુ નિવૃત્ત આર્મી જવાનોએ NCC કેડેટ્સ ને સંબોધિત કર્યા મંત્રી યોગેશ પટેલ,ધારાસભ્ય...

VADODARA2 months ago

“કમળનું ફૂલ લૂંટારુંઓની ભૂલ”, એક નિશાનથી લૂંટારુઓને પોલીસે ઝડપી પાડ્યા

કારેલીબાગ પોલીસ મથકમાં સાયકલ સવારને લૂંટનાર લૂંટારુઓ એ કમળના સિમ્બોલ વાળી મોપેડ વાપરી હતી પોલીસે કમળના નિશાન વાળી મોપેડ શોધી...

VADODARA2 months ago

લાખ્ખો રૂપિયાનો દંડ ઉઘરાતી વડોદરા ટ્રાફિક પોલીસની ગરીબાઈ, ઇન્ટરનેટના ઠેકાણાં નથી, ફોનના ડબલા બંધ

ગત 29 મે ના રોજ દંડની રકમનું ડિજીટલ પેમેન્ટ ઉઘરાવવા અપાયેલાં 120 POS (પેમેન્ટ ઓન ધ સ્પોટ) શોભાના ગાંઠિયા જેવા...

VADODARA3 months ago

લગ્ન બાદ પ્રેમ સંબંધ નહીં રાખતા પરણિતાના પ્રેમીએ અશ્લીલ વિડીયો વાયરલ કર્યો

વડોદરા શહેરના નંદેસરી પોલીસ મથક વિસ્તારમાં બની ઘટના પોલીસે પરણીતાના પૂર્વ પ્રેમી વિરુદ્ધ I.T એકટ હેઠળ ગુન્હો નોંધ્યો પ્રેમ સંબંધ...

VADODARA3 months ago

ડર્ટી ચેટમાં બ્લેકમેઈલિંગનો શિકાર બન્યા વડોદરાના નેતા, હસ્તમૈથુન કરતો વિડીયો થયો વાઇરલ

ભાજપના પૂર્વ જીલ્લા પંચાયત સદસ્ય સુમન પટેલનો નગ્ન યુવતી સાથે અર્ધ નગ્ન થઇ હસ્તમૈથુન કરતો વિડીયો વાયરલ થયો નેતાને પૂછતાં...

VADODARA3 months ago

પ્રથમ વરસાદમાં ઠેર ઠેર તારાજી,દીવાલ સહિત મકાનનો સ્લેબ તૂટી પડ્યો

આજરોજ વાવાઝોડા સાથે પડેલા વરસાદ ને કારણે વાઘોડિયારોડ ખાતે આવેલ કબીરનગર ખાતે મકાનનો સ્લેબ ધારાશાયી થતાં મોટું નુકસાન આજરોજ શહેરમાં...

VADODARA3 months ago

શાળાઓની ફી નક્કી કરવા વડોદરા પેરેન્ટ્સ એસોસિએશનનું જીલ્લા કલેકટરને આવેદન

વડોદરા શહેરમાં નવુ શૈક્ષણિક વર્ષ શરુ થઈ ગયુ છે પણ વડોદરા ઝોનની એફઆરસી(ફી રેગ્યુલેશન કમિટી)દ્વારા હજી સુધી નવા શૈક્ષણિક વર્ષ...

GUJARAT3 months ago

દલા તરવાડી નું ખેતર : 49 ટકા ઓછી કિંમતે કામ રોડ બનાવવાનો વાર્ષિક ઈજારો અપાયો

ચારેય ઝોનમાં 2.5 કરોડની મર્યાદામાં 40 થી 49 ટકા ઓછા ભાવમાં ઈજારદારો ને કામ અપાયું સમય મર્યાદામાં ૩ માસનો વધારો...

VADODARA3 months ago

બુટલેગરોની હિંમત વધી: ખુલ્લા ટેમ્પોમાં શરાબની પેટીઓ લઇ શહેરમાં પ્રવેશ્યો,પોલીસે ઝડપી પાડ્યો

સાવલીના મંજુસરથી શરાબ ભરી અને વડોદરા લાવતા સમયે PCB પોલીસે ઝડપી પાડ્યો મહર્ષિ બ્રહ્મભટ્ટની ધરપકડ કરી કૃણાલ કહાર,નીતિન રાજપૂત સહિત...

NEWS3 months ago

રિલાયન્સ મોલમાં આવતો સામાન બારોબાર સગેવગે કરતી ટોળકી ઝડપાઇ

રિલાયન્સ મોલ ના ગોડાઉનમાં ઉતારવાનો સમાન ત્યાં નહિ ઉતારી બારોબાર ઉંડેરા લઇ જવાતો હતો. પોલીસે આઈસર ડ્રાઈવર સહીત અન્ય બે...

VADODARA4 months ago

સુસવાટા ભર્યા પવન વચ્ચે પાનોલી ઇન્ટરમિડીએટમાં ટાવર ધરાશાયી થતા કામદારનું મોત

વાવઝોડા ને કારણે વડોદરા શહેરમાં એકાએક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. સુસવાટા ભર્યા પવન ને કારણે નંદેસરી ના ઔદ્યોગિક વાસહતની એક...

VADODARA4 months ago

“ટકે શેર ભાજી ટકે શેર ખાજા” વેપારીઓ ને દંડવા પાલિકાના અધિકારીઓ 4 ના એવરેજ વાળી PAJERO માં ફરતા જોવા મળ્યા

એપેડેમીક એકટ હેઠળ બધી જ લાલીયાવાડી ચાલે!,પાલિકાએ વાહનો ભાડે લેવાના તમામ નીતિ નિયમો નેવે મુક્યા જે SUV ની કંપની 8...

Trending

error: Content is protected !!